ROG VIMOCHAN SHREE GANGAMATA CHARITABLE TRUST

ROG VIMOCHAN SHREE GANGAMATA CHARITABLE TRUST was first established in the year 1962. In that year we first started to give tiffins to a small number of people by going houses to houses. After sometime we shifted our work in a room which was given to us by G.G. Hospital Our room no. was 19 and again from their we shifted to Nr. Pathik ashram and after that we took our trust to Ayurvedic hospital. After sometime we went of the compound of ayurvedic hospital and placed our trust near Dandiya Hanuman Temple and at last, where today the Trust is established that place is near G.G. Hospital, Corner of hemant nagar, P.N. Marg. and this is not the permenant address of RDG VIMOCHAN SHREE GANGAMATA CHARITABLE TRUST.

The establishment of this TRUST was done by a farmer's son who lived near the district of Jamnagar in a small village called Khimrana. His name was Late Shree Lavjibhai Kababhai Patel and he established this trust in the year 1962.



સંત શીરોમણિ શ્રી લક્ષ્યસિધ્ધ મહારાજ
સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી

welcome

શ્રી રોગવિમોચન ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્‍ટ તમામ જીવોને સર્વ પ્રકારે જીવન રક્ષણ, પોષણ અને ગુજરાન ચલાવવાનું મહા અભિયાન ચલાવતી સંસ્થાના બીજ આ સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી દ્વારા ૪૦ વર્ષ પહેલા રોપાયા હતા.ત્યારે ૬૦ ના દાયકામાં જ્યારે વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર અને રસ્તાઓની સગવડ બીલકુલ ન હતી. ત્યારે જામનગર જીલ્લાના દુર દુરના ગામડાઓની ગરીબ પ્રજાને બીમારીના સમયે, ડીલેવરીના સમયે, અકસ્માતના સમયે, ગરીબ ખેડૂતો ઝેરી જાનવરના ડંસ લાગે ત્યારે પોતાના નિજી વાહન દ્વારા દર્દીને તાત્કાલિક શહેરની હોસ્પિટલે પહોંચાડી તેને જરૂરી દવા અન્ય જરૂરી તમામ સેવા આ સંસ્થાના સ્થાપક દ્વારા કરવામાં આવતી હતી ઉપરાંત ગૌસેવા, ભૂખ્યાને ભોજન,જરૂરીયાતમંદોને આર્થિક મદદ, જામનગર શહેર અને જીલ્લામાં આ માનવ પોતાની યથાશક્તિની ઉપર જઈને કરતા હતા.

રોગવિમોચન શ્રી ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્‍ટ જામનગર ના સ્થાપક અને મેનેજીંગ ડાયરેક્ટર શ્રી લક્ષ્યસિધ્ધ મહારાજ એટલે જામનગર જીલ્લાનું નાનું ગામડું ખીમરાણામાં જન્મેલ એક કિસાનનું સંતાન એવા આ શ્રી લવજીભાઈ કાબાભાઈ પટેલ, જીવસેવાના ભેખધારી આ માનવ કર્મે એક અણીશુધ્ધ સાત્વીક વેપારી, પોતાના ધમધોકાર ચાલતા ધંધાને છોડી, ભૌતિકતાની ક્ષણભંગુરતા પામી જઈ જીવસેવાની ગંગામાં મગ્ન થવા હરીદ્વાર, ખાતે હિમાલયની ગોદમાં ૨૦ વર્ષ સુધી કઠીન સાધના કરી આત્મા સિધ્ધિયોગ, જ્ઞાન સિધ્ધિયોગ, મંત્ર સિધ્ધિયોગ અને પ્રકૃતિ નિયંત્રાગ સિધ્ધિયોગ જેવી સિધ્ધિઓ પ્રામ કરેલ, ઉપરાંત પાંચ વર્ષ સુધી રોજના ૩ કલાક પાવન ગંગાજીના હીંમજલમાં ગમે તેવા વિષમ વાતાવરાગની દરકાર કર્યા વગર કેડબુડ પાણી માં ઉભા રહી, ૫૦૦૦ (પાંચ હજાર) કલાકની ઉગ્ર તપશ્ચર્યા કરેલ છે અને હરિદ્રાર ખાતે પોતાના નિવાસ સ્થાને ગુઢ પ્રકાશવિહોણા ભુગર્ભ સ્થાનમાં રહી એક આશન પર સમાધિસ્થ થઈ પ્રતિદિન ૧૮ થી ૨૦ કલાક ઉગ્ર તપસ્યા કરી આઠ કરોડ ગાયત્રી મંત્રોનું અનુષ્ઠાન કરેલ છે. અનેક પ્રકારની જીવોના કલ્યાણ ની સિધ્ધિઓ મેળવેલ છે આ માનવ દ્વારા રોગવિમોચન શ્રી ગંગામાતા ચેરીટેબલ ટ્રસટ નું સેવા અભિયાન સન ૧૯૬૨ થી અવિરત ચાલુ છે. જીવમાત્રનાં દુઃખની સતત ચિંતામાં રહેતા, કુદરતની આફત વખતે એક અડીખમ સેવાની જ્યોત જગાવતા આ માનવ અત્યારે પાગ આ સંસ્થાનું સ્થાપક અને મેનેજીંગ ડાયરેક્ટરનું પદ શોભાવી રહ્યા છે. એમની સાથે એમના ધર્મપત્નિ શ્રીમતિ લક્ષ્મીબેન જેનો આ સંતની સંપૂર્ણ તપસ્યા તથા સાધનામાં પુર્ણ સાથ અને સહકાર પ્રામ થયેલ છે તેના શુભ સંગાથ વગર આ સંતની સાધના અધૂરી રહેત, આજ પણ જીવનની સંધ્યાએ વૃદ્ધ ઉમરે શ્રીમતિ લક્ષ્મીબેન પોતાના પતિના પગલે ચાલી આ સંસ્થાનું અતિ કપરું એવું સેવા અભિયાન ચલાવી રહ્યા છે.

રોગવિમોચન શ્રી ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર ખાતેનું અન્નક્ષેત્ર જેમાં પ્રતિદિન ૧-હજાર માણસોની રસોઈ મફત ભોજન અર્થે બને છે તે તમામ રસોઈ શ્રીમતિ લક્ષ્મીબેન પોતાના માર્ગદર્શન નીચે પ્રતિદિન-૧૦ કલાક ખડે પગે રહી બનાવે છે

ઉપરાંત ભારતીય સંસ્કૃતિના અમર વારસા જીવીત રાખવા, નવી પેઢીમાં આપણી વૈદિક સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન કરવા માટે જામનગર ખાતે સંસ્કૃત પાઠશાળા આશરે ૧૯૬૭ થી ૧૯૮૫ સુધી પોતે જાતે શિક્ષણ-વેદના પાઠનું પઠન વગેરે બાળકો પાસે કરાવી એક અદભુત સેવાનું કાર્ય વરસો સુધી કરેલ છે. જામનગર ખાતે આવેલ માં બહુચરાજીના મંદિર ખાતે આ વૈદિક શિક્ષણ બાળકોને અનેક પ્રોત્સાહનો ઈનામો આપી વર્ષો સુધી આ સેવાનું કાર્ય કરેલ હતુ

ઉપરાંત આ સ્થાપક ટ્રસ્ટીશ્રી દ્રારા અનેક દુઃખી તથા ગરીબ પરિવારોનો સર્વ પ્રકારે ઉદ્ધાર કરવા અતિ દરિદ્ર સુદામા જેવા બ્રાહ્મણ પરિવાર જેના વાલી એવા દરીદ્ર બ્રાહ્મણ પંડિત જેઓ માં ગાયત્રીના અખંડ ઉપાસક હતા પરંતુ પોતાને અતી ગરીબ પરિસ્થિતીમાં પરિવારમાં ત્રણ દીકરીઓ, પોતાના કુટુંબનું ભરણ-પોષણ કરવું જેને અતિ મુશ્કેલ હતું. તેવા પરિવારને જીવન નિર્વાહ ની તમામ જરૂરિયાતો આ ટ્રસ્ટીશ્રી એક વાલી બનીને આજીવન પુરી પાડી હતી. ઉપરાંત એ પરિવારની ત્રણેય પુત્રીઓને સારા ખાનદાન “ઘરો' માં પરણાવી આપી હતી. આ તપસ્વીને પોતાના દેવા અને આર્થિક ભીંસના કારણે ઘર ગૃહસ્થીનો ત્યાગ કરી જતા રહ્યા હતા ત્યારે આ અનાથ પરિવારને સંપૂર્ણ પ્રકારનું વાલી બનીને રક્ષણ આપી તેના કુટુંબ ના તમામ સામાજીક વ્યવહારો, પુત્રીઓના પ્રસંગો તથા તપસ્વી બ્રાહ્મણોની પત્નીશ્રી માતાજીનો તેના મૃત્યુ પર્યન્ત તમામ પ્રકારની આર્થિક મદદ પૂરી પાડી ત્યારબાદ આ માતાજીના મૃત્યુ પછી એની તમામ અંતિમક્રિયા, તેના આત્માની શાંતિ માટે વિધિ વિધાનથી... કરી હતી અને ત્યારબાદ તેની પુત્રીઓનો આજ સુધી એક વાલી તરીકેની આ ટ્રસ્ટી દ્વારા ફરજ નિભાવવામાં આવે છે. આ તપસ્વી ગરીબ, વિદ્ધાન બ્રાહ્મણ પરિવારની સેવાના પવિત્ર કાર્યના આશિર્વાદથી આ મહાન શ્રી રોગવિમોચન ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્‍ટ જામનગર સંસ્થાના બીજ રોપાયા છે.

આ તપસ્વી પરિવારના આશીર્વાદથી આ સંસ્થાના મેનેજીંગ ડાયરેક્ટરશ્રી લવજીભાઈ પટેલના જીવનમાં આવી પવિત્ર જીવ સેવાનો અલખ જાગ્યો અને લવજીભાઈ પટેલ હરિદ્વાર ખાતે ઉંચી સાધના માટે જવા પ્રેરણા અને લવજીભાઈ પટેલમાંથી જીવોના ઉદ્ધારક એવા સંત શીરોમણિ શ્રી લક્ષ્યસિધ્ધ મહારાજ રૂપે નવો જન્મ થયો અને આ મહાન સંસ્થા રોગ વિમોચન શ્રી ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્‍ટ ના બીજ રોપાણા.

A panel of four trustees of the Gangamata Trust.

Help us so we can help others

Donate Now